Tuesday, April 7, 2026
HomeGujaratટંકારા: સ્પિનિંગ મીલમાં એચઆર મેનેજર પર હુમલો, પગાર મામલે જાતિ પ્રત્યે હડધૂત...

ટંકારા: સ્પિનિંગ મીલમાં એચઆર મેનેજર પર હુમલો, પગાર મામલે જાતિ પ્રત્યે હડધૂત કરી માર માર્યો

બાકી પગાર માંગતા મેનેજરે ધોકાથી હુમલો કર્યો, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના નસીતપર ગામ નજીક આવેલી સ્પિનિંગ મીલમાં બાકી પગાર માંગવા ગયેલા એચઆર મેનેજર ઉપર મેનેજર દ્વારા જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો બોલી, ગાળો આપી ધોકાથી હુમલો કરાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. ભોગ બનનારે ટંકારા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લીધી હતી. સમગ્ર મામલે ભોગ બનનારની ફરિયાદને આધારે ટંકારા પોલીસે આરોપી સ્પીનિંગ મીલના મેનેજર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારા તાલુકાના નસીતપર ગામ નજીક આવેલી ધરતી સ્પિનિંગ મીલમાં એચઆર મેનેજર તરીકે અગાઉ નોકરી કરતા વિજયભાઈ કાનજીભાઈ વાઘેલા ઉવ.૨૯ રહે.ખામટા તા.પડધરી જી.રાજકોટ વાળાએ ટંકારા પોલીસ મથકમાં આરોપી ધરતી સ્પીનિંગ મીલના મેનેજર સંતોષભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, અગાઉ ધરતી સ્પીનિંગ મીલમાં એક મહિનો એચ.આર. મેનેજર તરીકે નોકરી કરી હતી. જેનો પગાર બાકી હોય તે બાબતે ગત તા.૫ એપ્રિલના રોજ તેઓ પોતાના બાકી પગાર અને રૂમમાં રહેલ સામાન લેવા મીલ ખાતે ગયા હતા. આ દરમિયાન મેનેજર સંતોષભાઈ પટેલને ફોન કરી પગાર અંગે વાતચીત કરતા જે બાબતે મેનેજરને સારું નહિ લાગતા, આરોપી સંતોષભાઈ પટેલે લેબર ક્વાર્ટર પાસે આવી ફરિયાદીને જાહેરમાં જાતિ પ્રત્યે હડધૂત કરી ગાળો આપી ધોકાથી મારપીટ કરી હતી. આ હુમલામાં ફરિયાદીને માથા, પીઠ, ગળા, હાથ અને પગમાં ઇજાઓ પહોંચી હતી. બાદમાં તેઓએ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ટંકારા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધી અને ત્યારબાદ રાજકોટ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ગયા હતા. હાલ સમગ્ર મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ, જી.પી.એક્ટ તથા એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!