Tuesday, April 7, 2026
HomeGujaratહળવદના ટીકર(રણ)માં બહેનનો પીછો કરવાની શંકાએ યુવકને છરીના ઘા ઝીંક્યા

હળવદના ટીકર(રણ)માં બહેનનો પીછો કરવાની શંકાએ યુવકને છરીના ઘા ઝીંક્યા

હળવદ તાલુકાના ટીકર(રણ) ગામે કુટુંબી બહેનનો પીછો કરવાના ખોટા વહેમને પગલે યુવક ઉપર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનામાં યુવકને પેટ, હાથ અને ગળા પાસે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે પહેલા હળવદ અને બાદમાં અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે હળવદ પોલીસે ઇજાગ્રસ્ત યુવકની ફરિયાદને આધારે આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના ટીકર(રણ) ગામે એક ગંભીર બનાવ સામે આવ્યો હતો, જેમાં ખોટી શંકા અને વહેમના કારણે યુવક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે બનાવ મામલે ઇજાગ્રસ્ત મોહમ્મદ અયાજ વારીશભાઈ કગથરા ઉવ.૨૨ ગત તા.૦૫/૦૪ના રોજ ગામના ઝાંપા નજીક આરોપી ફિરોઝ સલીમભાઈ સંધિ રહે. ટીકર(રણ) તા.હળવદ વાળાએ ફરિયાદી ઉપર પોતાની કુટુંબી બહેનનો પીછો કરતો હોવાનો ખોટો વહેમ રાખીને બેફામ ગાળો આપવા લાગ્યો હતો, ત્યારે ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ ગયો અને પોતાની પાસે રહેલી છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને પેટના ભાગે ઊંડો ઘા લાગ્યો હતો, ઉપરાંત જમણા હાથ અને ગળા પાસે પણ ઇજાઓ પહોંચી હતી.

સ્થળ પર હાજર લોકોએ વચ્ચે પડી યુવકને વધુ મારથી છોડાવ્યો હતો. જે બાદ ઇજાગ્રસ્તને તાત્કાલિક હળવદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે તેને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૫૨, ૧૧૮(૨) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!