Tuesday, April 7, 2026
HomeGujaratવાંકાનેર: બે મહિલા વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે પકડાઈ

વાંકાનેર: બે મહિલા વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે પકડાઈ

પોલીસે દારૂની ૪ બોટલ, ૧૦૭ બિયરના ટીન સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરથી ઇકો ગાડીમાં રાજકોટ જઈ રહેલી બે મહિલા પાસે શંકાસ્પદ વસ્તુ હોવાની મળેલ બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે અમરસર ફાટક નજીક ઇકો કાર રોકાવી બન્ને મહિલા પાસે રહેલ થેલાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની ૪ બોટલ કિ.રૂ.૪ હજાર અને બિયરના ૧૦૭ ટીન કિ રૂ.૨૩,૫૬૦/-મળી કુલ રૂ.૨૭,૫૪૦/-નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ સાથે વાંકાનેર સીટી પોલીસે મહિલા આરોપી જેનબબેન ઇસ્માઇલભાઈ સીધી ઉવ.૬૦ તથા શહેનાઝબેન અલ્લારખાભાઈ ગજીયા ઉવ.૩૫ બન્ને રહે. ગરીબનગર પાણાખણ પંચશીલ મીલની બાજુમાં ઢીંચણા રોડ જામનગર વાળાની અટક કરવામાં આવી બન્ને મહિલા આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!