વાંકાનેર તાલુકાના રાણેકપર ગામની સીમ વિસ્તારમાં પાણીના ખાડામાં પડી જવાથી અજાણ્યા યુવકનું મોત નિપજ્યું છે. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અ.મોત નોંધાવી તપાસ હાથ ધરી છે.
વાંકાનેર તાલુકાના રાણેકપર ગામની ખારી સીમ વિસ્તારમાં પાણીના ખાડામાં રાહુલ નામનો આશરે ૩૦ થી ૩૫ ઉંમર ધરાવતો એક યુવક પડી જતાં ડૂબી જવાથી મોત નિપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. ઘટનાની જાણ સ્થાનિક દ્વારા થતા વાંકાનેર સીટી પોલીસે સ્થળ ઉપર પહોંચી હતી. ત્યારે મૃત્યુના બનાવ અંગે પોલીસે અ.મોતની નોંધ કરી મૃતકના વાલી વારસની શોધખોળ શરૂ કરી છે.









