મોરબીના વજેપર ગામે બનેવીના ઘરે ગયેલા વ્યક્તિને અચાનક છાતીમાં દુખાવો થતા હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું મૃત્યુ નિપજ્યું છે. બનાવ મામલે પોલીસે અ.મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી શહેરના વજેપર ગામમાં હાર્ટ એટેકથી એક વ્યક્તિનું મોત નિપજ્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મૃતક જયેશભાઈ ગોવિંદભાઈ પરમાર ઉવ.૪૬ રહે.વઘપરા મોરબી વાળા ગઈકાલ તા.૦૬/૦૪ના રોજ પોતાના બનેવી કનૈયાલાલ બેચરભાઈના ઘરે ગયા હતા.
આ દરમિયાન તેમને અચાનક છાતીમાં દુખાવો થયો હતો અને હાર્ટ એટેક જેવી અસર થતા તેઓ બેભાન થઈ ગયા હતા. બાદમાં તેમને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં ફરજ ઉપર હાજર તબીબે તેઓને જોઈ તોએસી મરણ જાહેર કર્યા હતા. હાલ આ મામલે સીટી એ ડિવિઝન પોલીસે અ. મોતની નોંધ કરી છે.









