Thursday, April 9, 2026
HomeGujaratમોરબીમાં વિવાહ શોરૂમ ઉપર રહેણાંક ઓરડીમાં યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબીમાં વિવાહ શોરૂમ ઉપર રહેણાંક ઓરડીમાં યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબી શહેરમાં વિવાહ સાડી શોરૂમ ઉપર આવેલી રહેણાંક ઓરડીમાં ૨૦ વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે પોલીસે અ.મોત નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરમાં એક યુવાન દ્વારા ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાનો બનાવ સામે આવ્યો છે. મૃતક અંકિતભાઈ કાનાભાઈ મકવાણા ઉવ.૨૦ મૂળ રહે.ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામના વતનીએ ગત ૫ એપ્રિલની રાત્રે પોતાના ઓરડામાં છતના પંખા સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી.

પોલીસે સ્થળ પર પહોંચી મૃતકની બહેન પાસેથી પ્રાથમિક વિગતો મેળવી અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!