Tuesday, April 7, 2026
HomeGujaratટંકારા પોલીસને મળી મોટી સફળતા:ટ્રકમાંથી ૧૪૩૫૨ બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ટંકારા પોલીસને મળી મોટી સફળતા:ટ્રકમાંથી ૧૪૩૫૨ બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ટંકારા તાલુકાના નેકનામ-પડધરી રોડ ઉપરથી ટંકારા પોલીસે બંધ બોડીની ટ્રકમાંથી મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડી કુલ રૂ.59.94 લાખનો મુદામાલ કબજે કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે. આ અંતર્ગત મોરબી જિલ્લા એસ.પી. મુકેશ પટેલ તથા ડી.વાય.એસ.પી. એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ મથક પીઆઇ જે.ડી.ઝાલા સહિતની ટીમ પ્રોહિબિશન ડ્રાઈવ દરમિયાન પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને મળેલ બાતમીના આધારે, નેકનામ-પડધરી રોડ ઉપર GJ-14-Z-6857 નંબરનાં બંધ બોડી ટ્રક રોકી તપાસ કરતા તેમાં વિવિધ બ્રાન્ડની નાની-મોટી ઇંગ્લિશ દારૂની કુલ 14,352 બોટલો મળી આવી હતી. જેમાં ઓરેન્જ હિલ વોડકા, વ્હાઇટ લેસ વોડકા, ઓલ સીઝન્સ રિઝર્વ અને રોયલ ચેલેન્જ જેવી બ્રાન્ડનો જથ્થો મળી કુલ રૂ. 59.94 લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે ટ્રક ચાલક સહિત નવઘણભાઈ મોહનભાઈ બાંભવા (રહે. શનાળા બાયપાસ, મોરબી) સામે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!