મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર શાંતિવન સોસાયટીમાં આવેલ સંજયભાઈ ખમાણી પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ રાખી તેનું વેચાણ કરતો હોવાની મળેલ બાતમીને આધારે બી ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ઘરમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૮૦મીલી.ની ૧૮૩ નં બોટલ કિ.રૂ.૧૪,૬૪૦/-મળી આવતા પોલીસે આરોપી સંજયભાઈ હેમંતભાઈ ખમાણી ઉવ.૨૮ ની ધરપકડ કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









