Wednesday, April 8, 2026
HomeGujaratટીંબડી ગામ પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત: એકનું મોત, બે ઘાયલ

ટીંબડી ગામ પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત: એકનું મોત, બે ઘાયલ

મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા નજીક ટ્રક અને મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રકના ચાલકે પોતાનું વાહન બેફામ ગતિએ ચલાવી આવી ટ્રિપલ સવારી બાઇકને ટક્કર મારતા, એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે બાઇક ચાલક સહિત બેને ઈજા પહોંચી હતી. હાલ અકસ્માતના મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા પાસે મોરબી-માળીયા હાઈવે ઉપર તા.૦૬/૦૪ના સાંજે અકસ્માતની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ સુપર સ્પ્લેન્ડર મોટરસાયકલ રજી.નં. જીજે-૧૩-પીપી-૬૦૧૩ ઉપર સંજયભાઈ દેગામા, ખોડાભાઈ કાનજીભાઇ ધંધાણીયા તેમજ મનોજભાઈ એમ ત્રણ લોકો મોરબી તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન સામેથી આવતા ટ્રક ટ્રેલર રજી.નં. જીજે-૩૯-ટી-૧૭૫૦ના ચાલકે પોતાનું વાહન બેદરકારીપૂર્વક અને પુરઝડપે હંકારી બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતમાં ખોડાભાઈ કાનજીભાઈ ધંધાણિયા ઉવ.૫૨ને ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે મનોજભાઈ રાંદલપરાને પગમાં ગંભીર ઇજા અને સંજયભાઈ દેગામાને સામાન્ય ઇજા પહોંચી હતી. ત્યારે સમગ્ર બનાવ અંગે મૃતકના પુત્ર ભગવાનજીભાઇ ખોડાભાઇ કાનજીભાઇ ધંધાણીયા ઉવ-૨૩ રહે.નિલકંઠ સોસાયટી ત્રાજપર પાછળ મોરબી-૨ વાળાની ફરિયાદને આધારે તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!