Wednesday, April 8, 2026
HomeGujaratટંકારા: છતર જીઆઇડીસીના ગોડાઉનમાં રૂ.૧ કરોડથી વધુના પકડાયેલ દારૂ કેસમાં ફરાર આરોપી...

ટંકારા: છતર જીઆઇડીસીના ગોડાઉનમાં રૂ.૧ કરોડથી વધુના પકડાયેલ દારૂ કેસમાં ફરાર આરોપી ઝડપાયો

ટંકારા તાલુકાના છતર જીઆઇડીસી વિસ્તારમાં ગોડાઉનમાંથી કરોડો રૂપિયાના ઇંગ્લીશ દારૂ જપ્ત થયેલા કેસમાં ત્રણ મહિનાથી ફરાર રહેલ મુખ્ય આરોપીને ટંકારા પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. અગાઉ આ કેસમાં ચાર આરોપીની અટક કરવામાં આવી હતી, જ્યારે ફરાર ગોડાઉન માલિકને પૂર્વ બાતમીને આધારે પકડી લેવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા પોલીસ મથકના પીઆઇ જે.ડી.ઝાલાની સૂચના અને માર્ગદર્શન દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા સ્ટાફ દ્વારા હાથ ધરેલી કામગીરી દરમિયાન છતર જીઆઇડીસીના ગોડાઉનમાં દારૂ કૌભાંડમાં ફરાર આરોપી પ્રિન્સ વિરેન્દ્રભાઈ ઝાલરીયાને ઝડપી પાડ્યો છે. અગાઉ પોલીસને મળેલી બાતમીના આધારે ગોડાઉન પર રેઇડ કરતા ૪,૯૫૬ નંગ ઇંગ્લીશ દારૂની બોટલો કિ.રૂ. ૬૪.૪૨ તેમજ ૨૭,૬૦૦ નંગ પ્લાસ્ટિક ચપલા કિ.રૂ.૨૭.૬૦ લાખ સહિત કુલ રૂ. ૧.૧૭ કરોડનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને ચાર આરોપીઓને અટક કરવામાં આવી હતી. તે સમયે ગોડાઉન ભાડે રાખનાર પ્રિન્સ ઝાલરીયા ઉવ.૨૨ રહે. નાની વાવડી ભગવતી પાર્ક સોસાયટી વાળો ફરાર થઈ ગયો હતો. પોલીસે સર્વેલન્સ અને બાતમીના આધારે તેને મોરબીમાંથી ઝડપી લઈ હસ્તગત કરી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉપરોક્ત સફળ કામગીરી પીઆઇ જે.ડી. ઝાલા, પી.એસ.આઈ. જે.કે. રાણા, એસ.એન. સગરકા તથા ટંકારા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!