મોરબીના પ્રખ્યાત મોરબી અપડેટ ન્યૂઝ વેબ પોર્ટલના ફાઉન્ડર દિલીપભાઈ બરાસરાના દાદી શાંતાબેન બરાસરાનું ૧૦૦ વર્ષની વયે અવસાન થયું છે. ત્યારે તેમનું બેસણું શુક્રવારે મોરબીના વરિયા માતાજી મંદિર ખાતે રાખવામાં આવ્યું છે.
મોરબી શહેરના નિવાસી અને મોરબી અપડેટ ન્યૂઝ વેબ પોર્ટલના ચીફ તથા ફાઉન્ડર દિલીપભાઈ બરાસરાના દાદી શાંતાબેન મોહનભાઈ બરાસરાનું તા. ૦૭/૦૪/૨૦૨૬, મંગળવારે ૧૦૦ વર્ષની વયે અવસાન થયું છે. તેઓ સ્વ. શીવાભાઈ મોહનભાઈ બરાસરા, માવજીભાઈ મોહનભાઈ બરાસરા, લવજીભાઈ મોહનભાઈ બરાસરા, મનસુખભાઈ મોહનભાઈ બરાસરા(પૂર્વ ચેરમેન, મોરબી નગરપાલિકા) તથા રમણીકભાઈ મોહનભાઈ બરાસરા(નિર્મલ વિદ્યાલય)ના માતા હતા. સદગતનું બંને પક્ષનું બેસણું તા.૧૦/૦૪/૨૦૨૬, શુક્રવારે સાંજે ૪ થી ૬ વાગ્યા દરમિયાન મોરબીના સામાકાંઠે સો-ઓરડી વિસ્તારમાં આવેલ વરિયા માતાજીના મંદિર ખાતે રાખવામાં આવ્યું છે.









