મોરબી જીલ્લાના નવલખી બંદર નજીક આવેલ શ્રીપાટાવાળી મેલડી માતાજી મંદિરે ૧૧ એપ્રિલે નવરંગો માંડવો, મહાપ્રસાદ જેવા ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે ભક્તજનોને હાજરી આપવા આયોજકો એવા સમસ્ત નવલખી ગામ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.
મોરબી જીલ્લાના માળીયા તાલુકાના નવલખી ગામ પાસે આવેલ આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન શ્રી પાટાવાળી મેલડી માતાજી મંદિરે તા.૧૧ એપ્રિલ ૨૦૨૬ને શનિવારે ભવ્ય માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત નવલખી ગામના સહયોગથી મંદિરના પટાંગણમાં નવરંગો માંડવો યોજાશે. કાર્યક્રમની શરૂઆત સવારે શુભ ચોઘડિયે થાંભલી રોપણથી કરવામાં આવશે. ત્યારબાદ સવારે ૧૦ વાગ્યાથી મહાપ્રસાદનું આયોજન રહેશે. સાથે સાથે સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૩ વાગ્યા સુધી ડાકની રમઝટ યોજાશે, જેમાં મોરબીના જાણીતા કલાકાર જીગ્નેશ રાવળ દ્વારા માતાજીના દુહા-છંદ અને ગરબા રજૂ કરવામાં આવશે. આ ભવ્ય ધાર્મિક પ્રસંગે ભક્તજનોને માંડવાના દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવા આયોજકો દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.









