Thursday, April 9, 2026
HomeGujaratહળવદ: બોલેરોમાં ક્રુરતાપૂર્વક બાંધી ચાર અબોલ પશુને ગૌરક્ષકોએ છોડાવ્યા:બે આરોપીની ધરપકડ

હળવદ: બોલેરોમાં ક્રુરતાપૂર્વક બાંધી ચાર અબોલ પશુને ગૌરક્ષકોએ છોડાવ્યા:બે આરોપીની ધરપકડ

હળવદ પોલીસે બોલેરો તથા અબોલ જીવો સહિત ૨.૧૨ લાખનો મુદામાલ કબ્જે કર્યો.

- Advertisement -
- Advertisement -

હળવદમાં ગૌરક્ષકોની સતર્કતાએ બોલેરો પીકઅપમાં ક્રૂરતાપૂર્વક બાંધેલા ચાર અબોલ પશુઓને છોડાવવામાં આવ્યા છે. જેમાં પશુઓને ટૂંકા દોરડાથી બાંધી, પાણી અને ચારા વિના દયનીય હાલતમાં હેરફર કરવામાં આવી લઈ જવામાં આવી રહ્યા હતા. ત્યારે ઘટના અંગે હળવદ પોલીસને જાણ કરવામાં આવતા, પોલીસે કાર્યવાહી કરીને બે આરોપીઓની અટક કરી હતી. પોલીસે કુલ ૨.૧૨ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ બન્ને આરોપીઓ વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ હળવદના ભવાનીનગર ઢોરા પાસે રહેતા ગૌરક્ષક મનોજભાઈ ઉર્ફે મુનો ગાંડુભાઈ ઝીંઝુવાડીયા ઉવ.૩૫ ગઈકાલ તા.૦૮/૦૪ના રોજ હરીદર્શન ચોકડી ખાતે ઉભા હોય તે દરમિયાન કચ્છ તરફથી અમદાવાદ તરફ જઈ રહેલ બોલેરો પીકઅપ રજી.નં. જીજે-૩૬-એક્સ-૯૩૨૬માં શંકાસ્પદ હાલતમાં અબોલ પશુ ભરીને જતી જોવામાં આવતા, ગાડી રોકાવી તપાસ કરતા અંદર ક્રુરતા પૂર્વક પશુઓ ભરેલા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ અન્ય ગૌસેવકોને જાણ કરવામાં આવતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. તપાસ દરમિયાન બોલેરોના ઠાઠામાં ચાર ભેંસવંશના પશુઓને ટૂંકા દોરડાથી બાંધીને અત્યંત દયનીય હાલતમાં તેમજ ગાડીમાં ન તો પાણીની વ્યવસ્થા હતી અને ઘાસચારો પણ રાખવામાં આવ્યો ન હતો, આ મામલે ગૌરક્ષકો દ્વારા ગાડી સહિત પશુઓને હળવદ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા.

જ્યાં હળવદ પોલીસે કાર્યવાહી હાથ ધરી ગાડીના ચાલક ઓસમાણ સફીમામદભાઈ જત ઉવ.૧૯ અને તેની સાથેના સલમ ખુદાનાભાઈ જત ઉવ.૨૦ બંને રહેવાસી કચ્છ (ભુજ) જીલ્લાના સરાડા ભગાડીયા પોસ્ટ વાળાની અટક કરી પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસે પશુ પરિવહન માટે કોઈ પરમિટ, પ્રમાણપત્ર કે કાયદેસરના દસ્તાવેજો ન હતા. જેના આધારે હળવદ પોલીસે બોલેરો તથા ચાર અબોલ પશુ સહિત કુલ રૂ.૨.૧૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરી, બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પશુ ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!