માળીયા (મી) તાલુકાના નવાગામ નજીક વાડીએ કામ કરતા ૪૫ વર્ષીય ખેત શ્રમિકે અજાણ્યા કારણોસર ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસે અ.મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
માળીયા (મી) તાલુકાના નવાગામ અને મેઘપર વચ્ચે આવેલી વાડીએ કામ કરતા ગોરધનભાઈ વિસીયાભાઈ રાઠવા ઉવ.૪૫ મૂળ રહે. નવાપુરા ફળીયા ગામ.કુંભાણી તા.જેતપુર પાવી જી.છોટાઉદેપુરના વતનીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. આ મામલે માળીયા(મી) પોલીસે મરણ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









