શરીરે ઇજાના નિશાન મળતા હત્યાની આશંકા, પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી
વાંકાનેર તાલુકાના સમથેરવા ગામ નજીક ખરાબાની જમીનમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતકના શરીરે ઇજાના નિશાન મળી આવતા બનાવ શંકાસ્પદ જણાતા પોલીસે અ.મોતની નોંધ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં સીપરીયાળી તરીકે ઓળખાતી ખરાબાની જમીનમાં આશરે ૨૫થી ૩૦ વર્ષના અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો હતો. આ અંગે ગામના વિજયભાઈ ઉકેડિયાએ પોલીસને જાણ કરતાં વાંકાનેર તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકના શરીરે છૂટાછવાયા ઇજાના નિશાન જોવા મળ્યા હોવાથી બનાવ શંકાસ્પદ જણાઈ આવ્યો હતો. હાલ પોલીસે અ.મોતની નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે.









