Friday, April 10, 2026
HomeGujaratરાજકોટમાં 19 કિલોથી વધુ ગાંજા સાથે સગીર ઝડપાયો:જંગલેશ્વરના દંપતીએ ગાંજાનો જથ્થો આપ્યાનું...

રાજકોટમાં 19 કિલોથી વધુ ગાંજા સાથે સગીર ઝડપાયો:જંગલેશ્વરના દંપતીએ ગાંજાનો જથ્થો આપ્યાનું ખુલ્યું

રાજકોટ શહેર એસ.ઓ.જી. ટીમે નાર્કોટિક્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા 19 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે કેસ નોંધ્યો છે, જેમાં એક બાળ કિશોરીને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, “SAY NO TO DRUGS” અભિયાન અંતર્ગત રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમે બાતમીના આધારે વામ્બે આવાસ યોજના વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન કુલ રૂ.19.061 કિલોગ્રામ ગાંજો રૂ. 9.53 લાખ, મોબાઇલ ફોન અને રોકડ રૂ.5,000 મળી કુલ રૂ. 9.63 લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટનામાં સંડોવાયેલ એક બાળ કિશોરીને ચાઈલ્ડ વેલ્ફેર અધિકારીને સોંપવામાં આવી છે, જ્યારે જંગલેશ્વરનાં સોયબ ઉર્ફે કચુ તૈલી અને જેબાબેન તૈલી હજુ ફરાર છે. પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!