Friday, April 10, 2026
HomeGujaratટંકારા કોર્ટનો ઐતિહાસિક નિર્ણય: યુવતીનો પીછો કરનાર ટંકારાના શખ્સને ૧ વર્ષની જેલ...

ટંકારા કોર્ટનો ઐતિહાસિક નિર્ણય: યુવતીનો પીછો કરનાર ટંકારાના શખ્સને ૧ વર્ષની જેલ અને પીડિતને વળતર ચૂકવવાનો આદેશ

ટંકારાની જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટે સ્ત્રી સુરક્ષાને પ્રાધાન્ય આપતો એક મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે. છેલ્લા એક મહિનાથી કોલેજ અને સ્કૂલે આવતી-જતી યુવતીનો પીછો કરી હેરાન કરનાર શખ્સને કોર્ટે દોષિત ઠેરવયા.

- Advertisement -
- Advertisement -

આ કેસમાં સરકારી વકીલ એસ.બી. સોલંકી દ્વારા ફરિયાદ પક્ષ તરફે મજબૂત રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં સરકારી વકીલે દલીલ કરી હતી કે આ ગુનો સ્ત્રી વિરુદ્ધનો છે. સમાજમાં આવો ગુનો કરનારા તત્વોમાં ડર પેદા થાય અને અન્ય લોકો માટે દાખલો બેસે તે માટે આરોપીને મહત્તમ સજા થવી જોઈએ. તથા યુવતીને જે માનસિક ત્રાસ વેઠવો પડ્યો છે, તે બદલ આરોપી પાસેથી યોગ્ય વળતર અપાવવા માટે પણ વકીલે કોર્ટને વિનંતી કરી હતી. આ કેસમાં પુરાવાઓથી ગુનો સાબિત થયો હોવાથી ન્યાયના હિતમાં કડક સજાની માંગણી કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ ટંકારામાં શિક્ષક તરીકે ફરજ બજાવતી અને ઉચ્ચ અભ્યાસ કરતી યુવતીનો આરોપી દિનેશ ઉર્ફે પીન્ટુ નાનજીભાઈ જાદવ છેલ્લા એક મહિનાથી પીછો કરતો હતો. તારીખ ૦૫/૦૯/૨૦૨૪ ના રોજ લતીપર ચોકડી પાસે યુવતીએ હિંમત બતાવી પોતાના પિતાને બોલાવ્યા હતા અને આરોપીને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો. જેમાં ટંકારા બિટ જમાદાર સાહિદભાઇ સિદિકીએ કેસની ગંભીરતા સમજી તાત્કાલિક ગુનો નોધી મક્કમ પુરાવા સાક્ષી સાહિદ પંચ સહિતની તપાસ કરી ત્યારબાદ કેસ ટંકારા કોર્ટ માં ચાલી જતા ન્યાયાધીશ એસ.જી. શેખે નોંધ્યું હતું કે આરોપીએ આ કૃત્ય કોઈ ઉશ્કેરાટમાં આવીને નહીં, પરંતુ સમજી-વિચારીને તબક્કાવાર રીતે કર્યું છે. જો આવા કિસ્સામાં નરમ વલણ રાખવામાં આવે તો સમાજ પર તેની ખોટી અસર પડે છે. માટે આરોપી દિનેશ જાદવને ભારતીય ન્યાય સંહિતાની કલમ-૭૮(૨) હેઠળ ૧ વર્ષની સાદી કેદ. તથા ભોગ બનનાર યુવતીને માનસિક ત્રાસના બદલામાં રૂ. ૧૦,૦૦૦ વળતર પેટે ચૂકવવાનો આદેશ.

જો આરોપી વળતર ન ચૂકવે તો તેણે વધુ ૩ મહિનાની જેલ ભોગવવી પડશે.

આ ચુકાદાથી મહિલાઓનો કાયદા અને ન્યાયતંત્ર પરનો વિશ્વાસ વધુ દ્રઢ થયો છે. અને ટંકારા પંથકમાં આ ઐતિહાસિક ફેસલા બાદ ફટફટિયું લઈને ફરતા લવર મુછીયા માં ફફડાટ ફેલાયો છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!