માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનનાં કેસમાં છેલ્લા 7 વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડની ટીમે દિલ્હીમાંથી ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય તથા મોરબી જિલ્લા એસ.પી. મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓને ઝડપી પાડવા વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. તે અંતર્ગત એલ.સી.બી. મોરબીની ટીમે હ્યુમન સોર્સિસના આધારે દિલ્હી ખાતે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન ગુનામાં છેલ્લા 7 વર્ષથી ફરાર આરોપી દિપક યાદવને ન્યુ દિલ્હી ના નજફગઢ વિસ્તારથી શોધી કાઢી ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.









