પાઈપ-સણાથા સાથે આવેલ બે ભાઈઓ સામે ગુનો નોંધાયો.
મળતી વિગતો મુજબ, ફરીયાદી મેરૂભાઈ કેશાભાઈ જખવાડીયા ઉવ.૩૨ રહે. જુના વેગડવાવ તા. હળવદ વાળા દ્વારા નોંધાવવામાં આવેલી ફરીયાદ મુજબ તા. ૦૯/૦૪ના રોજ રાત્રે તેઓ તેમના મિત્રો સાથે ગામના ચરમરીયા મંદિરના ચોગાનમાં બેસેલા હતા. તે સમયે ગામના રામજીભાઈ ચતુરભાઈ સુરેલા હાથમાં પાઈપ અને વિષ્ણુભાઈ રામજીભાઈ સુરેલા લોખંડનો સણાથો લઈને ત્યાં આવી, બંનેએ ફરીયાદીને ગાળો બોલી અગાઉ કરેલી પોલીસ ફરીયાદ બાબતે મનદુખ રાખી, રામજીભાઈએ પાઈપથી અને વિષ્ણુભાઈએ સણાથાથી હુમલો કરવાનો પ્રયાસ કરતાં વચ્ચે તેમના મિત્રોએ પડીને બંનેને અટકાવ્યા હતા. ત્યારે બંને ભાઈઓ હોવી પછી અમારું નામ લીધું છે તો જાનથી મારી નાખવાની ધમકી આપી બંને ચાલ્યા ગયા હતા. હાલ ભોગ બનનારની ફરિયાદને આધારે હળવદ પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.









