મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં બંધ જૂના મકાનમાં કચરામાં કોઈ કારણોસર આગ લાગી હતી. ઘટના અંગે મોરબી ફાયર ટીમે તાત્કાલિક કામગીરી કરી આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નથી.
મોરબી શહેરના સાવસર પ્લોટ શેરી નંબર ૧૦ માં એક બંધ પડેલા જૂના મકાનમાં અચાનક આગ લાગ્યાની ઘટના સામે આવી હતી. મકાનમાં પડેલા કચરામાં કોઈ કારણોસર આગ ભભૂકી ઊઠતા, ઘટનાની જાણ મોરબી ફાયર કંટ્રોલ રૂમને બપોરે ૨.૫૮ વાગ્યે થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ટીમે ઝડપી કામગીરી હાથ ધરી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ અથવા વ્યક્તિને ઇજા નોંધાઈ નથી.









