Sunday, April 12, 2026
HomeGujaratહળવદના પ્રોહીબીશન કેસમાં ૧૩ વર્ષથી ફરાર આરોપી રાજસ્થાનથી ઝડપાયો

હળવદના પ્રોહીબીશન કેસમાં ૧૩ વર્ષથી ફરાર આરોપી રાજસ્થાનથી ઝડપાયો

હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશનના કેસમાં છેલ્લા ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ દ્વારા રાજસ્થાનથી ઝડપી લઈ હસ્તગત કરી આગળની કાર્યવાહી સબબ હળવદ પોલીસ મથકમાં સોંપી આપેલ છે.

- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબી/ પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ રાજ્ય બહાર રાજસ્થાન અને દિલ્હી સહિતના વિસ્તારોમાં નાસતા આરોપીઓને શોધવા માટે કાર્યરત હોય, તે દરમિયાન મળેલી ચોક્કસ અને ભરોસાપાત્ર બાતમીના આધારે હળવદ પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૩માં રજીસ્ટર થયેલ ઈંગ્લીશ દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી રતનલાલ ઉર્ફે રેતનારામ સાજનરામ બિશ્નોઇ ઉવ.૫૦ રહે. અરણીયાળી તા. ધોરીમન્ના જી. બાડમેર (રાજસ્થાન) પોતાના ઘરે હાજર હોવાની માહિતી મળી હતી. ત્યારે બાતમીને આધારે એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે તાત્કાલિક રાજસ્થાન પહોંચી તપાસ હાથ ધરી હતી અને આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી અંતર્ગત હસ્તગત કરી, હળવદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!