Sunday, April 12, 2026
HomeGujaratમોરબીમાં જમીન વિવાદે વૃદ્ધને માર મારી જાનથી મારી નાખવાની ધમકી

મોરબીમાં જમીન વિવાદે વૃદ્ધને માર મારી જાનથી મારી નાખવાની ધમકી

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વૃદ્ધ ઉપર બે શખ્સોએ હુમલો કર્યા અંગેનો બનાવ સામે આવ્યો છે, જેમાં જમીન વિવાદે સમાધાન ન કરનાર વૃદ્ધને હાથમાં અણીદાર હથિયારથી ચેકા કરી ઇજા પહોંચાડી તેમજ મૂંઢમાર મારી મારી, પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ ભોગ બનનારની ફરિયાદને આધારે બી ડિવિઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ, ફરીયાદી શામજીભાઈ ગોવિંદભાઈ રાણીપા ઉવ.૬૫એ આરોપી નટુભાઈ શામજીભાઈ કડીવાર અને હિમતસિંહ ભાણજીભાઈ સોલંકી સામે નોંધાવેલ ફરિયાદ મુજબ, ફરિયાદી અને આરોપીઓ વચ્ચે લાંબા સમયથી જમીન સંબંધિત વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે ગઈકાલ તા.૧૧/૦૪ના રોજ ઉમા ટાઉનશીપ ખાતે ફુવારા સર્કલ પાસે આરોપી નટુભાઈ શામજીભાઈ કડીવાર અને હિંમતસિંહ ભાણજીભાઈ સોલંકીએ સમાધાન ન કરવાનો ખાર રાખી ફરીયાદી ઉપર હુમલો કર્યો હતો. જેમાં હિંમતસિંહે અણીદાર હથિયાર વડે હાથ પર ઇજા પહોંચાડી તેમજ કપાળ પર ઘા મારી કહ્યું કે, સમાધાન ન કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જ્યારે બીજા આરોપી હિમતસિંહે ગાળો આપી ફરિયાદીના પરિવારને જાનથીથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ પોલીસે ભારતીય ન્યાય સંહિતા તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!