Tuesday, April 14, 2026
HomeGujaratવાંકાનેરમાં હિટ એન્ડ રન: છકડા રીક્ષાની ટક્કરે દંપતી અને બાળક ઇજાગ્રસ્ત

વાંકાનેરમાં હિટ એન્ડ રન: છકડા રીક્ષાની ટક્કરે દંપતી અને બાળક ઇજાગ્રસ્ત

વાંકાનેર સ્ટેશન રોડ પર છકડા રીક્ષાના ચાલકે બેફામ ગતિએ પોતાની છકડો રીક્ષા ચલાવી આવી બાઈકને ટક્કર મારતાં પતિ-પત્ની અને બાળક ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ રીક્ષા ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર શહેરના સ્ટેશન રોડ પર આવેલ મિલ કોલોની વિસ્તારમાં અમરસિંહજી મિલ સામે રોડ ઉપર અકસ્માતની ઘટના અંગે મળતી માહિતી મુજબ તા.૦૭/૦૪ના રોજ ફરિયાદી બ્રિશપકુમાર રામજીભાઈ સોલંકી રહે.શિવાજી પાર્ક સ્ટેશન રોડ વાંકાનેર વાળા પોતાની પત્ની અને બાળક સાથે હોન્ડા સાઇન બાઈક રજી.નં. જીજે-૩૬-એએસ-૮૪૫૫ ઉપર જઈ રહ્યા હતા. આ દરમિયાન સામેથી એક અજાણ્યો છકડા રીક્ષા ચાલક પોતાની રીક્ષા બેફામ અને ગફલતભરી રીતે ચલાવી આવી બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ફરિયાદી બ્રિશપકુમારને જમણા પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા તેમજ ડાબા પગ અને શરીરે ઈજાઓ પહોંચી હતી. જ્યારે તેમની પત્નીને મોઢા, નાક અને કપાળે તેમજ શરીરના અન્ય ભાગોમાં ઈજા થઈ હતી. અકસ્માત બાદ રીક્ષા ચાલક ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. હાલ વાંકાનેર સીટી પોલીસે ઇજાગ્રસ્ત બ્રિશપકુમારની ફરિયાદને આધારે અજાણ્યા છકડા રિક્ષાના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!