Wednesday, April 15, 2026
HomeGujaratવઘાસીયા ટોલબુથ ઉપર બોલેરો ચાલકની દાદાગીરી: ટોલ ચૂકવ્યા વગર બેરિકેડ તોડી કર્મચારીને...

વઘાસીયા ટોલબુથ ઉપર બોલેરો ચાલકની દાદાગીરી: ટોલ ચૂકવ્યા વગર બેરિકેડ તોડી કર્મચારીને ફડાકા ઝીંક્યા

વાંકાનેર નજીક વઘાસીયા ટોલ પ્લાઝા પર બોલેરો કારના ડ્રાઇવરે ટોલ ચૂકવવાનો ઇનકાર કરી બેરિકેડ તોડી નાખી, બાદમાં કર્મચારી સાથે ગાળાગાળી કરી ફડાકા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે આખરે છ દિવસ બાદ વાંકાનેર સીટી પોલીસે એફઆઈઆર નોંધી છે. સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. હાલ પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના વઘાસીયા ટોલ પ્લાઝાના મેનેજર મુકેશકુમાર નિર્ભયકુમાર સુધાંશુંની ફરિયાદના આધારે વાંકાનેર સિટી પોલીસે સંજયસિંહ ઝાલા રહે. વઘાસીયા ગામ તા.વાંકાનેર વાળા સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદ મુજબ તા.૦૮/૦૪ની રાત્રે ટોલબુથ પર ફરજ પર રહેલા કર્મચારીએ ટોલ માંગતા આરોપીએ ટોલ ચૂકવવાનો ઇનકાર કરી બોલેરો કાર જીજે-૧૦-ટીવાય-૦૮૪૭ વડે બુમ બેરિકેડ તોડી નાખ્યો હતો. ત્યારબાદ ગાડીમાંથી ઉતરી કર્મચારી અને સુપરવાઈઝર સાથે ગાળાગાળી કરી માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી ટોલ ચૂકવ્યા વગર ભાગી ગયો હતો. આ બનાવ ટોલ પ્લાઝાના સીસીટીવીમાં કેદ થયો છે. હાલ વાંકાનેર સીટી પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!