Wednesday, April 15, 2026
HomeGujaratમોરબીના કાયાજી પ્લોટ મેઈન રોડ ઉપર તીનપત્તિનો જુગાર રમતા ૫ પકડાયા

મોરબીના કાયાજી પ્લોટ મેઈન રોડ ઉપર તીનપત્તિનો જુગાર રમતા ૫ પકડાયા

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શહેરના કાયાજી પ્લોટ મેઈન રોડ ઉપર સ્ટ્રીટ કાઈટના અજવાળે જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તિનો જુગાર રમતા સુમીતભાઈ ભીખાભાઈ મેવાડા ઉવ.૨૩ રહે.રાવળ શેરી નવાડેલા રોડ મોરબી, અર્જુનભાઈ રમેશભાઈ ગોહીલ ઉવ.૨૫ રહે.ગાયત્રીનગર વાવડી રોડ મોરબી, જયદેવભાઈ સહદેવભાઈ સોલંકી ઉવ.૨૨ રહે.બી-૩ પ્રધાનમંત્રી આવાસ યોજના દલવાડી સર્કલ પાસે મોરબી, તોફીકભાઈ યુસુફભાઈ કાસમાણી ઉવ.૨૬ રહે.કાલિકા પ્લોટ શેરી નં. ૪ ભવાની સોડા વાળી શેરી મોરબી તથા દશરથભાઈ ચંદુભાઈ કુડેચા ઉવ.૨૩ રહે. શ્યામ પાર્ક પંચાસર રોડ મોરબી વાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા, આ સાથે પોલીસે રેઇડ દરમિયાન કુલ રોકડા રૂ.૩,૧૫૦/-કબ્જે લઈ પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!