Wednesday, April 15, 2026
HomeGujaratમાળીયા(મી)ના નવાગામમાં દેશી દારૂના બે દરોડા, ૧૨૦૦ લીટર આથા સાથે એક ઝડપાયો,...

માળીયા(મી)ના નવાગામમાં દેશી દારૂના બે દરોડા, ૧૨૦૦ લીટર આથા સાથે એક ઝડપાયો, બે ફરાર

નવાગામ નદીકાંઠે પ્રોહીબીશન હેઠળ કાર્યવાહી, અલગ-અલગ બે રેઇડમાં ૩૦ હજારનો મુદ્દામાલ જપ્ત.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી) પોલીસ દ્વારા નવાગામ નદીકાંઠે કરાયેલા બે અલગ દરોડામાં દેશી દારૂ બનાવવાનો કુલ આશરે ૧૨૦૦ લીટર આથો જપ્ત કરવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે જ્યારે બે આરોપીઓ હાજર નહિ મળી આવતા તેમને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. બંને કેસમાં ત્રણેય આરોપીઓ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુના નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.

માળીયા(મી) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે અલગ અલગ કેસ મુજબ ગઈકાલ તા.૧૪/૦૪ના રોજ નવાગામ તરી વિસ્તારમાં નદીકાંઠે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ દરોડામાં માળીયા(મી) પોલીસે ૪ બેરલમાં ભરેલો આશરે ૮૦૦ લીટર દેશી દારૂનો આથો કિ.રૂ.૨૦,૦૦૦/- જપ્ત કર્યો હતો. જ્યારે બીજા કેસમાં ૨ બેરલમાં ભરેલો આશરે ૪૦૦ લીટર આથો કિ.રૂ. ૧૦,૦૦૦/- કબ્જે કરવામાં આવ્યો હતો. આ બંને દરોડા દરમિયાન અલતાફ ઉર્ફે અલ્ટી અબ્દુલભાઈ જેડા ઉવ.૨૬ રહે.વાવડી રોડ મોરબી વાળાને સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે આરોપી ઇસ્માઇલભાઈ રહીમભાઈ મોવર રહે. વીસીપરા રણછોડનગર મોરબી અને અવેશ સુભાન કટીયા રહે.હાલ વીસીપરા રણછોડનગર મોરબી મૂળ રહે. નવાગામ તા.માળીયા(મી) વાળા રેઇડ દરમિયાન હાજર નહિ મળી આવતા તેને પોલીસે ફરાર જાહેર કરીને બંને બનાવમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ગુના નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!