Thursday, April 16, 2026
HomeGujaratહળવદમાં હદપારીનો ભંગ કરનાર આરોપી ઝડપાયો

હળવદમાં હદપારીનો ભંગ કરનાર આરોપી ઝડપાયો

હળવદ પોલીસ દ્વારા દેશી દારૂના ગુનામાં હદપારી કરાયેલા આરોપી અનીલ ચૌહાણ હદપારીનો ભંગ કરતા ઝડપાયો છે. પોલીસે તેના વિરુદ્ધ હદપારી ભંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસની કાર્યવાહી હેઠળ દેશી દારૂ વેચાણના ગુનામાં સંડોવાયેલા અનીલ હસુભાઈ ચૌહાણ રહે. ચરાડવા જુનાવાસ તા. હળવદ વાળા સામે અગાઉ હદપારીનો હુકમ આપવામાં આવ્યો હતો. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા તેને મોરબી સહિત સુરેન્દ્રનગર, રાજકોટ શહેર, રાજકોટ રૂલર, અમદાવાદ રૂલર, અમદાવાદ શહેર, ગાંધીધામ-કચ્છ, પાટણ, જામનગર એમ અનેક જીલ્લાઓમાંથી છ મહિના માટે હદપારી કરવામાં આવ્યો હતો. તેમ છતાં આ આરોપી હળવદ વિસ્તારમાં હાજર હોવાની બાતમી મળતા પોલીસે અમદાવાદ હાઇવે બાયપાસ ત્રણ રસ્તા નજીકથી તેને ઝડપી પાડ્યો હતો. જેના આધારે આરોપી વિરુદ્ધ જી.પી. એક્ટ કલમ ૧૪૨ મુજબ હદપારી શરત ભંગનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!