Friday, April 17, 2026
HomeGujaratહળવદમાં ચાલુ કારમાં દારૂની મહેફિલ માણતા આમ આદમી પાર્ટીના બે નેતાઓ ઝડપાયા

હળવદમાં ચાલુ કારમાં દારૂની મહેફિલ માણતા આમ આદમી પાર્ટીના બે નેતાઓ ઝડપાયા

હાઇવે ઉપર પેટ્રોલિંગ દરમિયાન પોલીસની કાર્યવાહી, કાર-દારૂ-મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસે હાઇવે ઉપર ચાલુ કારમાં દારૂ પીતા આમ આદમી પાર્ટીના બે સક્રિય નેતાઓને ઝડપી પાડી પ્રોહિબીશન તથા મોટર વ્હિકલ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અને મોરબી જીલ્લા પોલીસવડાની સુચના મુજબ હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન હાઇવે રોડ ઉપર ચાલતી કાર રજી.નં. જીજે-૧૩-એએચ-૨૩૨૧માં દારૂની મહેફિલ માણતા આરોપી હિતેશભાઈ મનસુખભાઈ વરમોરા રહે. રુદ્રપાર્ક-૧ હળવદ (આમ આદમી પાર્ટી-ચરાડવા જીલ્લા પંચાયત પ્રભારી) તથા આરોપી વિકાસકુમાર વિજયકુમાર રહે.દિલ્હી (આમ આદમી પાર્ટી કાર્યકર તથા હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભા વિસ્તાર પ્રભારી) એમ બંને ઇસમોને પકડી પાડ્યા હતા. આ સાથે હળવદ પોલીસે બંને સામે પ્રોહિબીશન તથા મોટર વ્હિકલ એક્ટ મુજબ કાર્યવાહી કરી કાર, બે ઇંગ્લીશ દારૂની બોટલ તથા ૩ મોબાઇલ સહિત કુલ રૂ.૩,૨૨,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!