હળવદ પોલીસે વધુ એક અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલ અને અનેકો વાર ઇંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરી, આરોપીને ડિટેઇન કરવામાં આવ્યો છે. હાલ તેને મધ્યસ્થ જેલમાં મોકલો આપ્યો છે.
રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક, મોરબી પોલીસ અધિક્ષક તથા વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષકની સુચનાના આધારે હળવદ પોલીસ દ્વારા પ્રોહિબીશનના ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા ઇંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલા આમિન અનવરભાઇ કાજેડીયા રહે. રાજલનગર ચરાડવા તા. હળવદ વાળા સામે પાસા હેઠળ દરખાસ્ત મોકલવામાં આવી હતી. જે દરખાસ્તને લઈને જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીના પાસા વોરંટ જારી કરતા હળવદ પોલીસે આરોપીને ઝડપી પાડીને પાસા એક્ટ હેઠળ ડિટેઇન કરી જેલ હવાલે કર્યો છે.









