Friday, April 17, 2026
HomeGujaratમોરબી સિરામિક ઉદ્યોગને રાહત: ગુજરાત ગેસ સાથેની મહત્વપૂર્ણ મીટિંગ માટે એસોસિયેશનને આભાર...

મોરબી સિરામિક ઉદ્યોગને રાહત: ગુજરાત ગેસ સાથેની મહત્વપૂર્ણ મીટિંગ માટે એસોસિયેશનને આભાર માન્યો

મોરબી: ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં સિરામિક ઉદ્યોગ માટે પરવડે તેવા ભાવે ગેસ સપ્લાય અંગે સહમતિ થતા મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિયેશને ગુજરાત ગેસ લિમિટેડનો આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

તા.૧૬ એપ્રિલે ગાંધીનગર ખાતે ગુજરાત ગેસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી અવંતિકા મેડમ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના પ્રતિનિધિઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એસોસિયેશનના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા સાથે નિલેષ જેતપરીયા, પરેશભાઈ કુંડારીયા અને ગૌતમભાઈ કાંજીયા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના વધતા ભાવ અને તેના કારણે સિરામિક ઉદ્યોગ પર પડતા પ્રભાવ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉદ્યોગને ફરી ગતિ આપવામાં આવે અને ઉત્પાદન ક્ષમતા વધે તે માટે ગેસ સપ્લાય પરવડે તેવા દરે પૂરો પાડવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ ચર્ચા બાદ ગુજરાત ગેસ લિમિટેડ તરફથી ઉદ્યોગોને અનુકૂળ રહે તેવા ભાવે ગેસ પૂરો પાડવા બાબતે સહમતિ દર્શાવવામાં આવતા સિરામિક ઉદ્યોગને રાહત મળી છે. આ મહત્વપૂર્ણ નિર્ણય બદલ મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા દ્વારા ગુજરાત ગેસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તથા તમામ ઉચ્ચ અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!