Tuesday, April 21, 2026
HomeGujaratમોરબી: ક્રિષ્ના હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ યુવકે કોઈ પ્રવાહી પી લેતા સારવારમાં મોત

મોરબી: ક્રિષ્ના હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ યુવકે કોઈ પ્રવાહી પી લેતા સારવારમાં મોત

મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં કામ કરતા ૨૯ વર્ષીય નર્સિંગ સ્ટાફના યુવકે અજાણ્યા કારણોસર કોઈ પ્રવાહી પી લીધા બાદ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. ઘટનાને લઈ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો અનુસાર, મૂળ ભાવનગર જીલ્લાના દિહોર ગામના અને હાલ મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે કાર્યરત અરવિંદભાઈ નરણભાઈ ઘોયલ ઉવ.૨૯ એ ગત તા.૪ એપ્રિલની રાત્રે ફરજ દરમિયાન કોઈ અજાણ્યું પ્રવાહી પી લીધું હતું. ત્યારબાદ તેમને ક્રિષ્ના હોસ્પિટલમાં જ સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. જ્યાં તા.૨૦ એપ્રિલે બપોરે સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. હાલ મૃત્યુના બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ.મૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!