Tuesday, April 21, 2026
HomeGujaratવાંકાનેરના ભલગામ નજીક કારનો ભયાનક અકસ્માત, સગીરાનો પગ કપાયો

વાંકાનેરના ભલગામ નજીક કારનો ભયાનક અકસ્માત, સગીરાનો પગ કપાયો

ફૂલ સ્પીડે દોડતી કારનું ટાયર ફાટતા ડિવાઈડર સાથે અથડાઈ, સગીરા સહિત બે ઘાયલ.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર નજીક ભલગામ પુલ પાસે ફૂલ સ્પીડે જઈ રહેલી કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. કાર ડિવાઈડર સાથે અથડાતા અંદર ઘુસેલા પતરાથી ૧૬ વર્ષીય સગીરાનો પગ કપાઈ ગયો હતો, જ્યારે બીજા એક યુવકને પણ ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની ઘટના અંગે ઇજાગ્રસ્ત સગીરાના પિતાની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માત અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ જીલ્લાના બામણબોરમાં રહેતા રમેશભાઈ ઉર્ફે હકાભાઈ નારણભાઇ કડવાણીએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં સ્વીફ્ટ કારના ચાલક આરોપી રાહુલભાઈ ધરજીયા સામે ફરિયાદ નોંધાવી કે, રમેશભાઈ ઉર્ફે હકાભાઈની ૧૬ વર્ષીય દિકરી શ્રદ્ધાબેન ઉર્ફે શારદાબેન ગત તા.૧૦/૦૪ના રોજ મિત્રો સાથે સ્વીફ્ટ કાર રજી.નં. જીજે-૦૩-કેએચ-૧૬૯૬માં રાજકોટ જીલ્લાના કુચીયાદળથી મેસરીયા ગામે ગોલા ખાઈ પરત ફરી રહી હતી ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક ભલગામ પુલ પાસે કારનું ટાયર ફાટતા ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. જેથી કાર ડિવાઈડર સાથે અથડાતા લોખંડનું પતરું કારમાં ઘૂસી જતા સગીરાનો જમણો પગ કપાઈ ગયો હતો અને કારમાં પાછળની સીટમાં બેઠેલ વિરાજભાઈને ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ અને બાદમાં અમદાવાદ ખસેડાયા હતા. હાલ પોલીસે સમગ્ર અકસ્માતના બનાવ અંગે આરોપી કાર ચાલક રાહુલ ધરજીયા સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!