Monday, January 6, 2025
HomeGujaratમોરબી એલસીબી ટીમે વીદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોની ધરપકડ કરી અન્ય...

મોરબી એલસીબી ટીમે વીદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોની ધરપકડ કરી અન્ય બે ની શોધખોળ

મોરબી એલસીબી ટીમે વીદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોની ધરપકડ કરી અન્ય બે ની શોધખોળ
 મોરબી એસ.આર, ઓડેદરા સાહેબ નાઓએ આગામી હોળી-ધુળેટીના તહેવાર નિમીતે મોરબી જિલ્લામાં વિદેશી દારૂની હેરફેર તથા વેચાણની પ્રવૃતિ પર અંકુશ લાવવા સારૂ પ્રોહી ડ્રાઇવ રાખેલ હોય જે અન્વયે શ્રી એન.બી.ડાભી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીને જરૂરી સુચના કરતા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી. તથા સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા કાર્યરત હતા. તે દરમ્યાન પો.કોન્સ. નિરવભાઇ મકવાણા તથા ભરતભાઇ જીલરીયાને ખાનગીરાહે હકિકત મળેલ કે, ફડસર ગામનો કાનજીભાઇ રાણાભાઇ ગોગરા ગે.કા. રીતે ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરવા અર્થે ફડસરથી પીપળીયા ચાર રસ્તા તરફ આવનાર છે તેવી ચોકકસ હકિકત આધારે વીરપરડા ગામના પાટીયા પાસે આવતા તે દરમ્યાન હકીકત વાળો ઇસમ લેપટોપના બેગ સાથે મળી આવતા જેને પકડી તેની પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બોટલો નંગ-૧૨/- કીમત રૂ.૪,૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫000/- નો મુદામાલ મળી આવતા જેની પુછપરછમાં આ અંગ્રેજીદારૂનો જથ્થો ફડસરગામના કરણભાઇ ભરતભાઇ કુંભારવાડીયા બોરીચા રહે. ફડસર તા.જી. મોરબી વાળાએ ફડસર ગામે રહેતા બળદેવભાઇ આણે દભાઇ જીલરીયાના રહેણાંક મકાનેથી આપેલ હોવાનું જણાવેલ હોય જેથી તેને સાથે રાખી ફડસર ગામે બળદેવભાઇ આણેદભાઇ જીલરીયાના રહેણાંક મકાને રેઇડ કરતા મજકુર બળદેવભાઈ હાજર મળી આવતા તેના રહેણાંક મકાનની ઝડતી તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની (૧)મેગડોવેલ્સ-૦૧ સુ પ્રીરીયર વ્હીસ્કીની કાચની કંપની સીલબં ધ બોટલ નં ૧૨ કી.રૂ. ૪૫૦૦/ (૨) મેગડોવેલ્સ-૦૧ રીઝર્વ વ્હીસ્કીની કાચની કંપની સીલબં ધ બોટલ નંગપર૭ કી.રૂ. ૧,૯૭,૬૨૫/ (૩) મોબાઇલ ફોન નંગ-૦૩ કિ.રૂ. ૧૦,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૨,૧૨,૧૨૫/- નો મુદામાલ  કુલ બોટલો નંગ પ૨૭- કી.રૂ. ૧,૯૭,૬૨૫/- તથા મોબાઇલફોન નં :-0૧  કિ.રૂ.૫૦૦૦/-ના મુ દામાલ સાથે કુલ બે આરોપીઓ મળી આવતા જેઓ વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધાર હેઠળ અલગ અલગ કુલ બે ગુનાઓ મોરબી એલ.સી.બી.એ ગુના નોધાવ્યા છે
હાલ એલસીબી ટીમે આ ગુનામાં કાનજીભાઈ રાણાભાઇ ગોગરા રહે. ફડસર તા.જી. મોરબી, બળદેવભાઇ આણે દભાઇ જીલરીયાના રહે. ફંડસર તા.જી.મોરબીને પકડી પાડ્યા છે જ્યારે   ભરતભાઇ બચુભાઇ કુંભારવાડીયબોરીચા રહે. ફડસર તા.જી. મોરબી અને  કરણભાઇ ભરતભાઇ કુંભારવાડીયા (બોરીયા રહે. ફડસર તા.જી. મોરબીની શોધખોળ હાથ ધરી છે
- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!