વાંકાનેર તાલુકાના ઢુંવા ગામે પત્નીએ સમયસર રસોઈ ન બનાવતા મનમાં લાગી આવતા યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે અ.મોત નોંધી તપાસ હાથ ધરી છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અ.મોતની નોંધ બાબતે મળતી વિગતો મુજબ, મૃતક સંજીતભાઈ મરજીતભાઈ પાસલા ઉવ.૨૨ હાલ રહે. ઢુંવા ઓવરબ્રીજ પાસે ભાડાના રૂમમાં મુળ રહે.બાગુલા સ્ટેશન પારા જી.નાદીયા પશ્ચિમ બંગાળ વાળાએ પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પ્રાથમિક તપાસ મુજબ પત્નીએ સમયસર રસોઈ ન બનાવતા થયેલા મનદુખને કારણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.





