હળવદ નજીક કેનાલમાં નહાવા ઉતરેલા તમિલનાડુના બે સગા ભાઈઓના ડૂબી જવાથી કરુણ મોત થયા છે. પિતા સાથે ટ્રકમાં આવ્યા બાદ કેનાલ પાસે રોકાઈ નહાવા ઉતરતાં બંને ભાઈઓ પાણીમાં તણાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર ટીમે શોધખોળ શરૂ કરી છે. જ્યારે પોલીસે પણ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, તમિલનાડુથી પાવડર ભરેલો ટ્રક લઈને પિતા સાથે આવેલા ૧૫ વર્ષીય સુભાષ શિવકુમાર અને ૧૩ વર્ષીય સીતેશ શિવકુમાર હળવદ નજીક કેનાલ પાસે રોકાયા હતા. આ દરમિયાન બંને ભાઈઓ નહાવા માટે કેનાલમાં ઉતર્યા હતા, પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી તેઓ અચાનક ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ટીમે સ્થળ પર પહોંચી મૃતદેહોની શોધખોળ હાથ ધરી હતી. સાથે જ હળવદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી જરૂરી તપાસ અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.





