Friday, May 1, 2026
HomeGujaratમોરબી: પેન્શનરો ઘરે બેઠા અથવા બેંકમાં રૂબરૂ જઈને કરાવી શકશે હયાતીની ખરાઈ

મોરબી: પેન્શનરો ઘરે બેઠા અથવા બેંકમાં રૂબરૂ જઈને કરાવી શકશે હયાતીની ખરાઈ

મોરબી જીલ્લાના પેન્શનરોને મે થી જુલાઈ દરમિયાન હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત, વર્ષ ૨૦૨૫-૨૬ ના પેન્શન પેમેન્ટ સર્ટિફિકેટ જે-તે બેંકમાંથી મેળવી લેવા.

- Advertisement -
- Advertisement -

પોસ્ટ વિભાગના કર્મચારીઓ પણ ઘરે આવી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ કરી આપશે.

મોરબી: રાજ્ય સરકારની સેવામાંથી નિવૃત થયેલા અને મોરબી જીલ્લાની જુદી જુદી જીલ્લા અથવા પેટા તિજોરી કચેરી ખાતેથી પેન્શન મેળવતા પેન્શનરો માટે જીલ્લા તિજોરી કચેરી દ્વારા મહત્વની સૂચના જારી કરવામાં આવી છે. જે મુજબ, દરેક પેન્શનરોએ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મે થી જુલાઈ માસ દરમિયાન પોતાની હયાતીની ખરાઈ કરાવવાની રહેશે…

હયાતીની ખરાઈ (૧)પોસ્ટ વિભાગ દ્વારા: ગુજરાત સરકારના નાણા વિભાગ અને પોસ્ટ વિભાગ વચ્ચે થયેલા એમ.ઓ.યુ. મુજબ, પોસ્ટ વિભાગના કર્મચારીઓ પેન્શનરોના ઘરે જઈ ‘જીવન પ્રમાણપત્ર’ એપ્લિકેશન મારફત ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જનરેટ કરી આપશે, (૨)બેંક દ્વારા: પેન્શનરો પોતાની સંબંધિત બેંકમાં રૂબરૂ જઈને પણ હયાતીની ખરાઈ કરાવી શકશે, (૩)ઓનલાઈન માધ્યમ: પેન્શનરો પોતે પણ ‘Online JeevanPraman’ એપ દ્વારા હયાતીની ખરાઈ કરી શકશે. હયાતીની ખરાઈ માટેની આ તમામ સેવાઓ પેન્શનરો માટે તદ્દન નિઃશુલ્ક રાખવામાં આવી છે. મોરબી જીલ્લાના તમામ પેન્શનરોએ વર્ષ ૨૦૨૬-૨૭ માટે સમયસર ઉપરોક્ત કોઈપણ એક માધ્યમથી હયાતીની ખરાઈ કરાવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૫-૨૬ ના પેન્શન પેમેન્ટ સર્ટિફિકેટ સંબંધિત બેંકોમાં મોકલી આપવામાં આવ્યા છે, જે તે પેન્શનરોએ પોતાની બેંકમાંથી મેળવી લેવાના રહેશે તેમ જીલ્લા તિજોરી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!