Friday, May 1, 2026
HomeGujaratમોરબી RTO દ્વારા વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી જાહેર

મોરબી RTO દ્વારા વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી જાહેર

પસંદગીના ગોલ્ડન અને સિલ્વર નંબરો મેળવવા ઈચ્છતા વાહન માલિકો તા.૦૫ થી ૦૭ મે દરમિયાન ઓનલાઈન પોર્ટલ પર ભાગ લઈ શકશે.

- Advertisement -
- Advertisement -

મોરબી: સરકારના મોટર વાહન ખાતાના આદેશાનુસાર, વાહન માલિકોને પસંદગીના નંબરો ફાળવવાની પ્રક્રિયાને વધુ સરળ, નિષ્પક્ષ અને પારદર્શક બનાવવા માટે મોરબી આર.ટી.ઓ. કચેરી દ્વારા વિવિધ સીરીઝના બાકી રહેલા નંબરો માટે ઓનલાઈન હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે. ટુ-વ્હીલર, ફોર-વ્હીલર અને ટ્રાન્સપોર્ટ વાહનોની જૂની સીરીઝના ગોલ્ડન અને સિલ્વર કેટેગરીના નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકો આ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.

ટુ-વ્હીલર માટે GJ36BC, BA, AS, AQ, AN, AM, ફોર-વ્હીલર માટે GJ36BB, AR, AL, AP, AJ અને ટ્રાન્સપોર્ટ વાહનો: GJ36V, GJ36X સિરીઝના નંબર મેળવવા તા.૦૫ મે ૨૦૨૬ થી તા. ૦૭ મે ૨૦૨૬ સુધી ઓનલાઈન અરજી અને પાયાની રકમ ભરી શકાશે. ઓનલાઈન બિડિંગ(હરાજી)નો સમય: તા.૦૭ મે થી તા.૦૯ મે ૨૦૨૬ સુધીનો રહેશે. ઇચ્છુક અરજદારોએ http://parivahan.gov.in/fancy/ પોર્ટલ પર જઈ ‘પબ્લિક યુઝર’ તરીકે નોંધણી કરાવવાની રહેશે. ત્યારબાદ લોગિન કરી CNA (Choice Number Application) ફોર્મ ભરી યુનિક નંબર જનરેટ કરવાનો રહેશે. નોંધનીય છે કે, CNA ફોર્મ વાહન ખરીદી અથવા વીમાની તારીખ (જે વહેલું હોય તે) થી ૭ દિવસની અંદર અને વાહનનો ટેક્સ ભર્યા બાદ જ ભરી શકાશે.

હરાજીમાં સફળ થયેલા ઉમેદવારોએ બાકી રહેતી તફાવતની રકમ પાંચ દિવસમાં ઓનલાઈન ભરવાની રહેશે, અન્યથા તેમને ડિસ-ક્વોલિફાય કરવામાં આવશે. હરાજીમાં અસફળ રહેલા અરજદારોની રકમ ૫ થી ૭ દિવસમાં તેમના બેંક ખાતામાં ઓનલાઈન પરત જમા કરી દેવામાં આવશે. સફળ ઉમેદવારોએ પેમેન્ટની પહોંચ અને એલોટમેન્ટ પત્ર મેળવી આર.ટી.ઓ. કચેરી ખાતે જમા કરાવવાનું રહેશે તેમ મોરબી પ્રાદેશિક પરિવહન અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!