Friday, May 1, 2026
HomeGujaratહળવદ માર્કેટિંગ યાર્ડ સામે કારની ઠોકરે યુવકનું મોત, ચાલક ફરાર

હળવદ માર્કેટિંગ યાર્ડ સામે કારની ઠોકરે યુવકનું મોત, ચાલક ફરાર

હળવદ માર્કેટિંગ યાર્ડ સામે રોડ ઉપર પુરપાટ ઝડપે આવતી કારે રોડ ક્રોસ કરી રહેલા યુવકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. ત્યારે અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોચતા યુવકનું મૃતયી નીપજ્યું હતું. અકસ્માત બાદ કારચાલક ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે, હાલ હળવદ પોલીસે આરોપી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ માર્કેટિંગ યાર્ડ સામે હળવદ-ધ્રાંગધ્રા રોડ ક્રોસ કરી રહેલા અરવિંદભાઈ ઠાકરશીભાઈ કુડેચા રહે. ભવાની નગર ઢોરો હળવદ વાળાને સફેદ રંગની મારૂતી સુઝુકી અર્ટિકા કાર રજી.નં. જીજે-૦૩-પીજે-૭૧૦૫ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેદરકાઈથી ચલાવી આવી ઠોકર મારતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે તેને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. અકસ્માત સર્જી કાર ચાલક નાસી ગયો હતો. ત્યારે સમગ્ર બનાવ અંગે મૃતકના ભાઈ રોહિતભાઈ કુડેચાની ફરિયાદને આધારે હળવદ પોલીસે આરોપી આર્ટિકા કારના ચાલક વિરુદ્ધ બીએનએસ તથા એમવી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!