Friday, May 1, 2026
HomeGujaratવાંકાનેરમાં બે અપમૃત્યુના બનાવ: વિનયગઢ અને માટેલ રોડ પર બે યુવકોના અકાળે...

વાંકાનેરમાં બે અપમૃત્યુના બનાવ: વિનયગઢ અને માટેલ રોડ પર બે યુવકોના અકાળે મોત

વાંકાનેર તાલુકામાં બે અલગ અલગ અપમૃત્યુના બનાવોમાં ૧૮ વર્ષીય યુવકે ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હતું, જ્યારે માટેલ રોડ પર કંપનીમાં કામ દરમિયાન અકસ્માતે ૩૨ વર્ષીય મજૂરનું મોત થયું છે. પોલીસે બંને બનાવોમાં અ.મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકામાં વિનયગઢ અને માટેલ રોડ પર બનેલા બે અલગ અલગ અપમૃત્યુના બનાવોમાં બે યુવકોના અકાળે મોત થયા છે. જેમાં પ્રથમ અપમૃત્યુના બનાવમાં વિનયગઢ ગામે દેવરાજભાઈ વજુભાઈ રાઠોડ ઉવ.૧૮એ પોતાની વાડીમાં અજાણ્યા કારણોસર ઝેરી દવા પી લીધી હતી. તેને પ્રથમ વાંકાનેર અને ત્યારબાદ બોટાદ તથા રાજકોટ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં અંતે રાજકોટ સરકારી હોસ્પિટલમાં તેનું મોત નિપજ્યું હતું.

જ્યારે અપમૃત્યુના બીજા બનાવમાં માટેલ રોડ પર આવેલી કે.એ.જી. ગ્રેનાઇટો એલ.એલ.પી. કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતા પ્રકાશભાઈ અન્નુભાઈ સોર ઉવ.૩૨ નયા ખેડા ગુલાલીયા તા.માલથોન જી.સાગર મધ્યપ્રદેશના વતની ગઈકાલ તા.૩૦/૦૪ના રોજ સ્પ્રે ડ્રાયર ચેમ્બર સાફ કરતી વખતે અકસ્માતે નીચે પડી ગયા હતા, જ્યાં માટીમાં ગુંગળાઈ જતા બેભાન થઈ ગયા હતા. ત્યારે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. હાલ વાંકાનેર તાલુકા પોલીસે બંને બનાવોમાં અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!