Friday, May 1, 2026
HomeGujaratમોરબી: દારૂના ગુનાઓમાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે

મોરબી: દારૂના ગુનાઓમાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે

સીટી એ ડિવિઝન પોલીસે રાજકોટના ઇસમને પાસા એક્ટ હેઠળ ડિટેઇન કર્યો.

- Advertisement -
- Advertisement -

મોરબી તથા રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રોહીબીશનના અનેક ગુનાઓમાં સંડોવાયેલા રાજકોટના યુવક સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે જીલ્લા કલેક્ટરની મંજૂરી બાદ આરોપીની પાસા એક્ટ હેઠળ અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી આપેલ છે.

મોરબી સહિત રાજ્યના અલગ અલગ પોલીસ મથકમાં દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપી સાહીલભાઇ ઉર્ફે સાહુ પરમાર ઉવ.૨૩ રહે-હાથી ખાના-૧૭ રામનાથ પરા મેઇન રોડ રાજકોટ મુળ રહે-રતનપરના પાટીયા પાસે રત્નદીપ સોસાયટી રાજકોટ વાળા સામે કડક કાર્યવાહી અંતર્ગત મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ પાસે ઉપરોક્ત આરોપીની પાસા દરખાસ્ત તૈયાર કરીને મોકલી આપી હતી, ત્યારે મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીના પાસા હેઠળ અટકાયતી વોરંટ ઇસ્યુ થતા તુરંત મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપી સાહીલભાઇ ઉર્ફે સાહુ પરમારને પાસા હેઠળ ડિટેઇન કરી વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!