Saturday, May 2, 2026
HomeGujaratટંકારા નગરપાલિકા ના પ્રથમ પ્રમુખ તરીકે કોની પંસદગી થશે?રાજકીય આલમમાં ચર્ચા નો...

ટંકારા નગરપાલિકા ના પ્રથમ પ્રમુખ તરીકે કોની પંસદગી થશે?રાજકીય આલમમાં ચર્ચા નો વિષય

દયાનંદ સરસ્વતી ની જન્મ ભુમી ટંકારા ખાતે પ્રથમ વખત યોજાયેલ ચુંટણી પરીણામ બાદ ભાજપ ને સ્પષ્ટ બહુમતી મળ્યા પછી પ્રમુખ પદ માટે ઓબીસી અનામત બેઠક હોય પાલિકાના પ્રથમ પ્રમુખ કોણ બને છે એની ચર્ચા ચાલુ થઈ છે.

- Advertisement -
- Advertisement -

આ માટે જો શિષ નૈતુતવ મહિલા ની પસંદગી પર કળશ ઢોળશે તો ગુજરાતમાં સૌથી યુવા નેતા પાયલની પસંદગી થવાની શક્યતા છે તો બીજી તરફ મનિષાબેન દંતેસરીયા ને પણ મોટા દાવેદાર ગણવામાં આવે છે ઠાકોર સમાજમાં બહોળું પ્રભુત્વ અને સૌના સાથ અને સહકાર થકી ભાજપ સાથે કાયમી જોડાણ ને પગલે એમની પંસદગી થાય તો નવાઈ નહીં

તો પુરૂષ ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવે તો યુવા એડવોકેટ સિરાજ અબ્રાણી લધુમતિ સમાજના અગ્રણી નેતા પૈકી એક છે દશકાઓથી પક્ષ સાથે નો ધરબ્બો અને સરપંચ તાલુકામાં કાયમ ભાજપ તરફી જીતીને પ્રતિનિધિત્વ કર્યુ છે પાલિકાની ચૂંટણીમાં પણ મોટી જવાબદારી નિભાવી મુસ્લિમ મતદારોને પક્ષની વિચારધારા સાથે જોડી પરીણામ લક્ષી કાર્ય કરી બતાવ્યું હતું. બીજી તરફ લુહાર સુથાર સમાજના અગ્રણી પંકજ કારેલિયા ની પણ પસંદગી થઈ શકે છે જોકે અનુભવ અને આવડત માં પિઠ પ્રમુખ ની પાત્રતા માં જોવાઈ છે ટંકારા માં પ્રમુખ ને લઈ કોઈ ખેચતાણ કે તારા મારા ની જુથબંધી વિના પક્ષ જેના પર વિશ્વાસ મુકે એની સાથે મન મુકીને ખંભે ખંભો મિલાવી વિકાસ કામમાં વળગી જવા સૌ ચુટાયેલ સદસ્યનો હોકારો જોવા મળ્યો હતો જે આવતા અઠવાડિયા સુધી માં નવા પ્રમુખ પાલિકાને મલી જશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!