Saturday, May 2, 2026
HomeGujaratમોરબી મહાનગરપાલિકાની નવી પહેલ: હવે પુસ્તકાલયનું સભ્યપદ ઘરબેઠાં મેળવી શકશો

મોરબી મહાનગરપાલિકાની નવી પહેલ: હવે પુસ્તકાલયનું સભ્યપદ ઘરબેઠાં મેળવી શકશો

ત્રણ પુસ્તકાલયોમાં સરળ રજીસ્ટ્રેશન સુવિધા શરૂ, વાંચન પ્રવૃત્તિને પ્રોત્સાહનનો પ્રયાસ.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકા દ્વારા શ્રીમદ્ રાજચંદ્ર, ગ્રીન ચોક અને કેસરબાગ પુસ્તકાલય માટે ઓનલાઈન સભ્યપદ સેવા શરૂ કરવામાં આવી છે. નાગરિકો હવે ઘરબેઠાં ઓનલાઇન ફોર્મ ભરીને સરળતાથી સભ્ય બની શકે છે.

મોરબી મહાનગરપાલિકા સંચાલિત શ્રીમદ્ રાજચંદ્ર પુસ્તકાલય, ગ્રીન ચોક પુસ્તકાલય તથા કેસરબાગ પુસ્તકાલયમાં નાગરિકોને વધુ સુવિધા આપવા માટે ઓનલાઈન સભ્યપદ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આ સુવિધાથી નાગરિકો સરળ અને ઝડપી રીતે પુસ્તકાલયની સેવાઓ સાથે જોડાઈ શકશે અને વાંચન પ્રવૃત્તિમાં વધારો થશે. સભ્યપદ મેળવવા માટે નાગરિકોએ મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર જઈ “સીટીઝન લોગિન” કરવાનું રહેશે. ત્યારબાદ “લાયબ્રેરી સીટ રજીસ્ટ્રેશન” વિકલ્પ પસંદ કરી ઓનલાઈન ફોર્મમાં જરૂરી વિગતો ભરવાની રહેશે. સાથે આધારકાર્ડ અને પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવો ફરજિયાત રહેશે.

સભ્યપદ માટે રૂ.૧૦૦ ડિપોઝિટ અને રૂ.૩૦ વાર્ષિક લવાજમ મળીને કુલ રૂ.૧૩૦ ઓનલાઈન જમા કરાવવાના રહેશે. પેમેન્ટ પૂર્ણ થયા બાદ નાગરિક પુસ્તકાલયના સભ્ય બની તમામ સુવિધાઓનો લાભ લઈ શકશે. પુસ્તકાલયોમાં સાહિત્ય, ઇતિહાસ, વિજ્ઞાન, ભૂગોળ, બાળસાહિત્ય, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના પુસ્તકો સહિત વિવિધ વિષયોના પુસ્તકો, સામયિકો અને દૈનિક અખબારોની સમૃદ્ધ વ્યવસ્થા ઉપલબ્ધ છે. નવા પુસ્તકોના ઉમેરા સાથે વાંચન માટે વૈવિધ્યસભર અને ગુણવત્તાસભર સામગ્રી ઉપલબ્ધ બની રહી છે. આ સાથે મોરબી મહાનગરપાલિકાએ નાગરિકોને આ સુવિધાનો લાભ લેવા અને વાંચન સંસ્કૃતિ સાથે જોડાઈ જ્ઞાનવૃદ્ધિ કરવા અપીલ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!