Sunday, May 3, 2026
HomeGujaratવાંકાનેર: ઘર પાસે પાર્ક કરેલ મોપેડની ધોળા દિવસે ચોરી

વાંકાનેર: ઘર પાસે પાર્ક કરેલ મોપેડની ધોળા દિવસે ચોરી

વાંકાનેર ટાઉનમાં બંધુસમાજ દવાખાનાની બાજુમાં શ્રીજી નિવાસ બ્લોક નં.૦૨માં રહેતા દીપેનભાઈ જગદીશભાઈ બારભાયા ઉવ.૪૦ એ ગત તા.૨૫/૦૪ના રોજ બપોરના ૩ વાગ્યે પોતાનું સુઝુકી ઍક્સેસ રજી.નં. જીજે-૦૩-જેએન-૯૨૪૪ ઉપરોક્ત ઘર બહાર પાર્ક કર્યું હતું. જે બાદ સાંજના ૬ વાગ્યે દીપેનભાઈ ઘરની બહાર આવ્યા ત્યારે તેઓએ પાર્ક કરેલ મોપેડ ત્યાં જોવામાં ન આવતા, ઘરની આજુબાજુના વિસ્તારમાં મોપેડની શોધખોળ કરી હતી પરંતુ તે નહીં મળતા, પ્રથમ ઈ-એફઆઈઆર બાદ રૂબરૂ વાંકાનેર સીટી પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, પોલીસે મોટર સાયકલ ચોરી અંગે ગુનો નોંધી વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!