મોરબી શહેરમાં કબીર ટેકરીના નાળા પાસે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ૪૪ લીટર દેશી દારૂ, રોકડ રકમ, મોબાઇલ ફોન અને રીક્ષા મળી કુલ રૂ. ૮૧,૩૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પસકડાયેલ બન્ને આરોપીઓની પૂછતાછમાં દેશી દારૂ મોકલનાર અને મંગાવનાર બે મહિલા બુટલેગરના નામ ખુલવા પામ્યા હતા જેથી સીટી એ ડિવિઝન પોલીસે તે બન્નેને ફરાર દર્શાવી ચારેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન કબીર ટેકરીના નાળા પાસે શંકાસ્પદ હાલતમાં ઉભેલી એક રીક્ષા રજી.નં. જીજે-૦૧-ટીએચ-૭૧૦૪ની તલાસી લેતા તેમાંથી ૪૪ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે તુરંત રીક્ષા ચાલક સલીમભાઈ કાદરભાઈ શેખ ઉવ.૪૫ રહે. વિશીપરા કુલીનગર-૧ મોરબી અને આરોપી અસગરભાઈ હુસેનભાઈ સેડાત ઉવ.૩૨ રહે. કુલીનગર-૨ મોરબી વાળાને સ્થળ પરથી જ ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી દેશી દારૂ ઉપરાંત રૂ. ૧૨,૫૦૦/-રોકડ, બે મોબાઇલ ફોન અને રીક્ષા સહિત કુલ રૂ. ૮૧,૩૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પકડાયેલ બન્ને આરોપીઓની પુછપરછમાં બહાર આવ્યું કે આ દારૂ આરોપી અસગરભાઈની બહેન હનિફાબેન હુશેનભાઈ સેડાત રહે.વીસીપરા મોરબી વાળી દ્વારા આપવામાં આવ્યો હતો અને કબીર ટેકરી વિસ્તારમાં રહેતી નિકીતાબેન હિતેશભાઈ પાટડીયાને પહોંચાડવાનો હતો. આથી બંને મહિલા આરોપીઓને હાલ ફરાર દર્શાવી પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી ફરાર મહિલા આરોપીઓને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.





