Friday, May 8, 2026
HomeGujaratરાજકોટ રેન્જ ટીમ દ્વારા લખતરમાંથી નામચીન બુટલેગરનો ૩૦ લાખથી વધુનો દારૂનો જથ્થો...

રાજકોટ રેન્જ ટીમ દ્વારા લખતરમાંથી નામચીન બુટલેગરનો ૩૦ લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી લેવાયો

રાજકોટ રેન્જ પોલીસે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગામે દરોડો પાડી નામચીન બુટલેગરના ઠેકાણેથી લાખો રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરના ટીનનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ.30.45 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, આગામી તા.10 અને 11 મે દરમિયાન વડાપ્રધાનના જામનગર પ્રવાસને ધ્યાનમાં રાખી રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રોહીબીશન અને જુગારની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. તે અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા હ્યુમન સોર્સ અને ટેક્નિકલ એનાલિસિસના આધારે વર્કઆઉટ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન ચોક્કસ બાતમીના આધારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગામની સુથાર શેરી વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં ઇમરાન ઉર્ફે મસાલ હબીબશા, તેનો ભાઈ શાહરૂખશા હબીબશા તેમજ મોઇન મુસ્તુફા અને હીરાભાઈ ભરવાડના રહેણાંક મકાનમાં તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની 7163 બોટલો અને બિયરના 1080 ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો, મોટરસાયકલ અને અન્ય સામાન મળી કુલ રૂ.30,45,892નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સમગ્ર મામલે લખતર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી દારૂનો જથ્થો મોકલનાર, મંગાવનાર અને વેચાણમાં મદદ કરનાર ઈસમો સામે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!