સફાઈ કામગીરી, ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ અને GVP પોઈન્ટની ચકાસણી સાથે પાણીનો બગાડ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી.
મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે વોર્ડ નં. ૬ની મુલાકાત લઈ સફાઈ કર્મચારીઓની હાજરી, સ્વચ્છતા વ્યવસ્થા અને ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ કામગીરીની સમીક્ષા કરી હતી. જાહેરમાં પાણીનો બગાડ કરતા ઇસમો સામે દંડની કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી.
મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે તા. ૦૪/૦૫ના રોજ વોર્ડ નં. ૬ની મુલાકાત લઈ પખાલી શેરી, ગઢની રાંગ, ખાટકીવાસ, નાગનાથ નાકા સહિતના વિસ્તારોમાં સ્વચ્છતા અને GVP પોઈન્ટની ચકાસણી કરી હતી. મોચી શેરી, વેરાઈ શેરી અને ગ્રીન ચોક ખાતે ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે જ પશુ નોંધણીની માહિતીની તપાસ અને ધાર્મિક સ્થળોની મુલાકાત બાદ જાહેરમાં પાણીનો બગાડ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.






