Tuesday, May 12, 2026
HomeGujaratમોરબી-માળીયા હાઇવે પર જૂની અદાવતમાં સામ-સામે ફાયરિંગ, બંને પક્ષના ૧૦ જેટલા શખ્સો...

મોરબી-માળીયા હાઇવે પર જૂની અદાવતમાં સામ-સામે ફાયરિંગ, બંને પક્ષના ૧૦ જેટલા શખ્સો સામે ગુનો નોંધાયો

સમાધાન માટે ભેગા થયેલા બે જૂથો વચ્ચે ગોળીબાર, ત્રણ લોકો ઇજાગ્રસ્ત, હત્યાની કોશિશ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો લાગુ.

- Advertisement -
- Advertisement -

મોરબી-માળીયા હાઇવે પર ટીંબડી પાટિયા નજીક જૂની અદાવતના સમાધાન માટે ભેગા થયેલા બે જૂથો વચ્ચે સામ-સામે ફાયરિંગની ઘટના સામે આવી છે. ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે આશરે ૧૦ જેટલા આરોપીઓ સામે હત્યાની કોશિશ, ગેરકાયદેસર મંડળી અને આર્મ્સ એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી-માળીયા રોડ પર ટીંબડી પાટિયા આગળ ઓસીસ સિરામિક નજીક બાલાજી હોટલ પાસે જૂની અદાવતના કારણે બે જૂથો વચ્ચે સામ-સામે ફાયરિંગ થયાની ચકચારી ઘટનામાં બંને પક્ષ દ્વારા એકબીજા સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં પ્રથમ ફરિયાદ શાહરૂખખાન ફિરોજભાઈ પઠાણ રહે. મોરબી વાળાએ આરોપી (૧)સાજીદ સાઉદીન જેડા, (૨)નુરમામદ જેડા, (૩)સમીર જેડા, (૪)બચલો જેડા, (૫)સ્વિફટ કારમા આવેલ અજાણ્યો માણસ તમામ રહે. મોરબી વાળા સામે નોંધાવેલ ફરિયાદ મુજબ, પંદરેક દિવસ અગાઉ થયેલી માથાકૂટનું મનદુઃખ રાખી આરોપીઓ સાજીદ સાઉદીન જેડા, નુરમામદ જેડા સહિતના શખ્સો સ્કોરપિયો, કિયા અને સ્વિફ્ટ કારમાં આવી તેમના ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં શાહરૂખખાનને ગળા અને પેટના ભાગે, જ્યારે અલીભાઈ કટીયા અને સલીમ પઠાણને શરીરના વિવિધ ભાગોમાં ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બીજી તરફ વળતી ફરિયાદમાં નુરમહમદ સાઉદીન જેડાએ તાલુકા પોલીસ સમક્ષ આરોપી (૧)શાહરૂખ ફિરોજભાઈ પઠાણ, (૨)આમદ કાસમ કટીયા, (૩)વિરૂભાઈ હીતેષભાઇ રાઠોડ, (૪)સલીમ ફિરોજભાઈ પઠાણ, (૫)અલીભાઇ કાસમભાઇ કટીયા બધા રહે. મોરબી વાળા સામે આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી કે, આરોપી શાહરૂખ પઠાણ અને તેના સાગરીતો દ્વારા અગાઉથી કાવતરું રચી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં આરોપી શાહરૂખે બંદૂક જેવા હથિયારથી સ્કોરપિયો કાર પર ફાયરિંગ કર્યું હતું તેમજ આરોપી વિરૂ રાઠોડે થાર ગાડીથી સ્કોરપિયોને ટક્કર મારી હતી. સમગ્ર ગંભીર બનાવને લઈને મોરબી પોલીસે બંને પક્ષના કુલ આશરે ૧૦ જેટલા આરોપીઓ સામે બી.એન.એસ.ની કલમ ૧૦૯(૧), ૩૫૨, ૧૮૯(૨), ૧૯૦, ૧૯૧(૨), ૧૯૧(૩), ૩(૫), ૬૧(૨) તેમજ આર્મ્સ એક્ટ અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!