માળીયા(મી) તાલુકાના નવાગામ પાસે નદીના કાંઠે ચાલી રહેલી દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસે રેઇડ કરી હતી. દરોડા દરમિયાન ગરમ-ઠંડો આથો, દેશી દારૂ તથા ભઠ્ઠીને લગત સાધન સામગ્રી સાથે બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.
માળીયા(મી) તાલુકાના નવાગામ ખાતે નદીના કાંઠે ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવવામાં આવતી હોવાની ખાનગીરાહે મળેલ માહિતીના આધારે પોલીસે રેઇડ કરી હતી. તે દરમિયાન આરોપી ઇરફાનભાઈ મોહમદ હનિફ ઉર્ફે બાબાભાઈ જેડા ઉવ.૨૪ અને સબીરભાઈ મોહમદ હનિફ ઉર્ફે બાબાભાઈ જેડા ઉવ.૨૨ બન્ને રહે.નવાગામ તા.માળીયા(મી) વાળાને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ સાથે પોલીસે સ્થળ પરથી ૨૦૦ લીટર ગરમ આથો, ૬૦૦ લીટર ઠંડો આથો, ૧૦ લીટર દેશી દારૂ તેમજ દારૂ બનાવવાના સાધનો મળી કુલ રૂ.૨૨ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે પકડાયેલ બન્ને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






