મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમ દ્વારા પૂર્વ બાતમીને આધારે જાંબુડીયા ગામની સીમમાં નવી આરટીઓ કચેરીની બાજુમાં બનાવવામાં આવેલ આરોપી રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ જાદવજીભાઈ સરાણીયાના ઝૂંપડામાં રેઇડ કરવામાં આવી હતી. જ્યાંથી વિદેશી દારૂની અલગ અલગ બે બ્રાન્ડની કુલ ૨૩ બોટલ કિ.રૂ.૧૩,૨૦૫/- મળી આવી હતી. રેઇડ દરમિયાન આરોપી રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ હાજર નહિ મળી આવતા તેને વોન્ટેડ દર્શાવી આરોપી વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






