Wednesday, May 13, 2026
HomeGujaratમોરબીના વિશીપરામાં પાણીની કુંડીમાં પડી જતા ૪ વર્ષીય બાળકનું કરુણ મોત

મોરબીના વિશીપરામાં પાણીની કુંડીમાં પડી જતા ૪ વર્ષીય બાળકનું કરુણ મોત

મોરબીના વિશીપરા વિસ્તારમાં આવેલ અમૃત ઇન્ડસ્ટ્રીઝ ખાતે પાણીની કુંડીમાં પડી જતા ચાર વર્ષીય બાળકનું કરૂણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ, આદિત્યભાઈ મનુભાઈ મકવાણા ઉવ.૦૪ રહે. વિશીપરા મોરબી વાળા ગઈકાલ તા.૧૨/૦૫ના રોજ અમૃત ઇન્ડસ્ટ્રીઝ ખાતે કોઈ અગમ્ય કારણોસર પાણીની કુંડીમાં પડી જતા પાણીમાં ડૂબી ગયો હતો. ત્યારે બાળકને તાત્કાલિક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ જ્યાં હાજર ડોક્ટરે જોઈ તપાસી માસૂમ બાળકને મૃત જાહેર કર્યો હતો. ત્યારે સમગ્ર બનાવ મામલે પોલીસે વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!